સાઉથના સુપરસ્ટાર પ્રભાસે એક વર્ષમાં ૧૫૦ કરોડ રૂપિયાની જાહેરાતો ઠુકરાવી.

 


➢સેલિબ્રિટી અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ સામાન્ય રીતે સાથે ચાલતા હોય છે. વિજ્ઞાપનો કરીને આજની સેલિબ્રિટિઓ પુષ્કળ પૈસા કમાઇ રહી છે. પરંતુ પ્રભાસ જેવા । કલાકારો દરેક બ્રાન્ડની એન્ડોર્સમેન્ટ કરવા રાજી થતા નથી.

પરિધાનોથી લઇને ઇલેકટ્રોનિક અને એફએમસીજી સુધીની દરેક શ્રેણીઓની પ્રતિષ્ટિત બ્રાન્ડેપ્રભાસને પોતાના બ્રાન્ડ માટે વિજ્ઞાપન કરવાની ઓફર આપી હતી. પરંતુ અભિનેતા આ માટે રાજી થયો નહોતો.

ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા એક સૂત્રે જણાવ્યું હતું કે, પ્રભાસ આજે ઘરઘરમાં જાણીતો થઇ ગયો હોવાથી તેની બ્રાન્ડ વેલ્યુ સક્ષમ છે. પરંતુજાણીને આશ્ચર્ય થશે કે પ્રભાસે ગયા વરસે રૂપિયા ૧૫૦ કરોડ કરતા વધુ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ ઓફરને ઠુકરાવી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ