૩૯ ૫ત્નીઓ અને ૯૪બાળકો ધરાવતા મિઝોરમનાં ઝિઓનાનું અવસાન.

 


➢મિઝોરમમાં ૩૯૫ત્રીઓ અને ૯૪ બાળકોની સાથે દુનિયાનો સૌથી મોટો પરિવારનાં વડા ઝિઓના ચાનાનું ૭૬ વર્ષની વયે નિધન થયું હતું.

આ માહિતી ખુદ સીએમ જોરમથાંગાએ આપી હતી. વધુમાં મુખ્ય પ્રધાને ટ્વીટ કરીને જણાવ્યું કે મિઝોરમનું બકટાવંગ તલંગનુમ ગામ તેમના આ બહોળા પરિવારનાં કારણે એક અગ્રણી પર્યટન સ્થળ બની ગયું હતું.


ધઝિયોના ચાનાનો પરિવાર ૧૦૦ રૂમ ધરાવતા ૪ માળનાં મકાનમાં રહે છે, અને તે આત્મનિર્ભર છે, મોટાભાગનાં સભ્યો કોઇને કોઇ વેપારમાં લાગેલા છે. તેમણે સત્તાવાર રેકોર્ડમાં, રાજ્યમાં કોંગ્રેસ સરકારની ગરીબ સમર્થક નવી ભુમિ ઉપયોગનીતિનાં હેઠળ યોજનાઓનો સારો ઉપયોગ કર્યો છે. તેમના પરિવારમાં લગભગ ૨૦૦ લોકો છે.


ઝિઓના ચાનાનો પરિવાર ૧૪ પુત્રવધૂઓ અને ૩૩પૌત્ર-પૌત્રીઓઅને એક નાનો પ્રપૌત્ર સાથે રહે છે, ઝિઓના દુનિયાનાં આ સૌથી મોટા પરિવારનાં વડા હોવાનું ગૌરવ અનુભવતા હતાં, ઝિઓના પોતાના પરિવારને શિસ્તપુર્વક ચલાવતા હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે પરિવારની મહિલાઓ ખેતી કરે છે, અને ઘર ચલાવવામાં પોતાનું યોગદાન આપે છે.


ઝિઓનાની સૌથી મોટી પત્ની ઘરની સૌથી વરિ મહિલાની જવાબદારી નિભાવે છે, અને ઘરનાં સભ્યોનાં કામની વહેંચણી કરે છે, એક મોટા રસોડામાં ૧૮૧ સભ્યોનું ભોજન તૈયાર કરવા માટે ઘરનીમહિલાઓ સવારથી જ લાગી જાય છે.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ