અમેરિકામાં એક શખશને વ્હેલ ગળી ગઇ ૪૦ સેકન્ડ બાદ ઉલટી કરી બહાર ફેંક્યો થી.

 


➢અમેરિકાનાં મેસેચ્યુસેટ્સમાં એક આશ્ચર્યજનક ઘટના બની, અહીં એક શખશને વિશાળ વ્હેલ ગળી ગઇ હતી, જો કે લગભગ ૪૦ સેકન્ડ સુધી આ શખશ વ્હેલનાં મુખમાં રહ્યો, પરંતુ બાદમાં માછલીએ તેને ઉલટી કરીને બહાર ફેંકી દીધો.૫૬ વર્ષીય માઇકલ પૈકર્ડ છેલ્લા ૪૦ વર્ષથી લોબસ્ટર  ડાઇવરનું કામ કરી રહ્યા છે, તે સમુદ્રમાં વિવિધ પ્રકારમાં જીવોને પકડે છે, અને તે માર્કેટમાં વેંચીને પેટીયું રડે છે.



માઇકલ પૈકર્ડ સવારે હેરિંગ કોવ બીચમાં તે સમુદ્રની સપાટીથી૩૦ ફિટ નીચે પાણીમાં હતા, ત્યારે  પૈકર્ડને લાગ્યું કે તેમની સામે બધુ અંધકારમય બની ગયું છે, અને તેવ્હેલનાં લાંબા શ્વાસ દ્વારા તેના મુખમાં જઇ રહ્યા છે, તેમનો જીવ પડીકે બંધાઇ ગયો, અને તે પોતાના પડીકે બંધાઇ ગયો, અને તે પોતાના પરિવાર અંગે ચિતિંત બન્યા.



બાદમાં તેમને લાગ્યું કે તેમને વ્હેલનો દાંત વાગ્યો ન હતો, કે અન્ય કોઇ પણ પ્રકારની ઇજા થઇ ન હતી, અને તે સમયે તે વ્હેલનાં મુખની બહાર નિકળવાનાં પ્રયાસ કરવા લાગ્યા, વ્હેલ તેનું માંથુ હલાવવા લાગી, ૪૦ સેકન્ડ બાદ વ્હેલે તેને બહાર ફેંકી દીધો. જ્યારે તે બહાર આવ્યો તો તેણે ફરી પ્રકાશ જોયો અને વ્હેલ પણ આજુ બાજુ| જોઇ રહી હતી. બાદમાં તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હાલ સારવાર ચાલી રહી છે.



આ અંગે જુક રોબિન્સન નામનાં એક નિષ્ણાતનું કહેવું છે કે બની શકે કે વ્હેલ હજુ નાની હોય, અથવા આ બધુ ભુલથી થયું હોય, અને તેણે પૈકર્ડને બહાર ફેંકી દીધો, તેમનાં મતે આવી ઘટના આ પહેલા તેમણે ક્યારેય નથી જોઇ કે સાંભળી નથી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ