IRCTC લાવ્યું છે ખાસ પેકેજ , ગાઢ જંગલોની વચ્ચે કુદરતી સૌંદર્યનો આનંદ માણવાની તક જાણો.

➢Wondrous Andaman Tour Package BY IRCTC



Wondrous Andaman : IRCTC (Indian Railway Catering and Tourism Corporation)ઝોનલ ઓફિસ, મુંબઇ એક વિશેષ પેકેજ (Wondrous Andaman) લાવ્યું છે. અંદમાન નિકોબાર માટે આ પેકેજ ઓફર કરાઈ રહ્યું છે. આ ટૂર પેકેજમાં (Wondrous Andaman)ઘણી વસ્તુઓ આવરી લેવામાં આવી રહી છે.


Wondrous Andaman : IRCTC (Indian Railway Catering and Tourism Corporation)ઝોનલ ઓફિસ, મુંબઇ એક વિશેષ પેકેજ (Wondrous Andaman) લાવ્યું છે. અંદમાન નિકોબાર માટે આ પેકેજ ઓફર કરાઈ રહ્યું છે. આ ટૂર પેકેજમાં (Wondrous Andaman)ઘણી વસ્તુઓ આવરી લેવામાં આવી રહી છે. જેમ કે પોર્ટ બ્લેર, હેવલોક અને નીલ આઇલેન્ડનો સમાવેશ થાય છે. અંદમાન અને નિકોબાર ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશોમાં શામેલ છે. જે બંગાળની ખાડી અને આંદામાન સમુદ્ર વચ્ચેના ટાપુઓનું જૂથ છે.


શું છે પેકેજની ડીલ
Wondrous Andamanના આ પેકેજમાં તમને ફ્લાઇટ દ્વારા જવાની તક મળશે. આ પેકેજ 5 રાત અને 6 દિવસનું છે. તેમાં પોર્ટ બ્લેર 3 રાત, હેવલોક 1 રાત, અને નીલ આઇલેન્ડમાં 1 રાત રોકાવા મળશે . આ પેકેજ 9 માર્ચથી 14 માર્ચ 2021 સુધીનું છે. તેમાં તમને ભોજન પણ મળશે જેમાં નાસ્તો અને ડિનર શામેલ છે. ફ્લાઇટ મુંબઇથી ઉપલબ્ધ થશે.


પેકેજ કાસ્ટ
IRCTC આ પેકેજને પાંચ કેટેગરીમાં લાવ્યું છે. જેમાં એડલ્ટ ઓન સિંગલ ઓક્યુપેન્સી 61500 રૂપિયા, એડલ્ટ ઓન ડબલ ઓક્યુપેન્સી રૂ. 47800, એડલ્ટ ઓન ટ્રિપલ ઓક્યુપેન્સીના રૂ 47000, ચાઈલ્ડ વિથ બેડ (2 થી 11 વર્ષ) માટે 39500 રૂપિયા અને ચાઈલ્ડ વિથઆઉટ બેડ માટે (2 થી 11 વર્ષ) રૂ 26300 રૂપિયા ખર્ચ થશે.




કેન્સલેશન પોલિસી
>> પ્રસ્થાન તારીખના 21 દિવસ પહેલા પેકેજ કોસ્ટ પર 30 ટકા
>> પ્રસ્થાન તારીખના 21 થી 15 દિવસ પહેલા પેકેજ કોસ્ટ પર 55 ટકા
>> પ્રસ્થાન તારીખના 14 થી 8 દિવસ પહેલા પેકેજ કોસ્ટ પર 80 ટકા
>> પ્રસ્થાન તારીખના 7 થી 0 દિવસ પહેલા પેકેજ કોસ્ટ પર 100 ટકા


સુંદર દૃશ્યો નિહાળો
આ ટાપુઓ બંગાળની ખાડીમાં તારાઓની જેમ ચમકતા હોય છે. ગાઢ જંગલો આ ટાપુઓને આવરે છે. વિવિધ ફૂલો અને પક્ષીઓ રોમેન્ટિક વાતાવરણ બનાવે છે. અહીં સફેદ બીચ પરના પામ વૃક્ષો સમુદ્રની લયમાં વહે છે. જે ખૂબ જ સુંદર દૃશ્ય છે. શહેરના ભાગમ ભાગથી દૂર આ દૃશ્યોની વચ્ચે તમે તમારી જાતને રિલેક્સ કરી શકો છો.









ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ