રશિયાની ૨૩ વર્ષની યુવતી ૧૧ બાળકોની માતા છે પણ હજુ પરિવારનો વિસ્તાર ૧૦૫ બાળકો સુધી કરવો છે.

 




રશિયાની ૨૩વર્ષની યુવતી ક્રિસ્ટીના જવેજટર્ક ૧૧ બાળકોની માતા બની ચૂકી છે અને તેની ઈચ્છા ૧૦૫ બાળકોની માતા બનવાની છે, ૨૩ વર્ષની ક્રિસ્ટીના તેના પ૬ વર્ષના કરોડપતિ બિઝનેસમેન પતિ ગાલિપની સાથે જ્યોર્જિયાના બાટમી શહેરમાં રહે છે. ક્રિસ્ટીનાને છ વર્ષ પૂર્વે પ્રથમ બાળક જગ્યું હતું, જે પુત્રી હતી.



મોસ્કોમાં રહેતી સિંગલ મધર ક્રિસ્ટીના પુત્રી સાથે વેકેશન માણવા ગઈ ત્યારે તેની મુલાકાત તુર્કીના બિઝનેસ ટાયકૂન ગાલિપ સાથે થઈ હંતી અને ત્યારે બાદ બંનેએ લગ્ન કરી લીધા હતા. જે પછીના તૈના ૧૦ બાળકોનો જન્મ સરોગસીથી થયો છે. તેનો હાલ જયાં રહે છે, જયાં સરોગસી કાયદેસરની છે. જયાં સરોગસીની પ્રક્રિયાની કિંમત ૮ હજાર પૂરો એટલે કે સાત લાખ રૂપિયા છે.



 ➢ હવે જો આ પરિવારને ૧૦૦ બાળકો પેદા કરવા હોય તો ૭૦ કરોડનો ખર્ચ થાય તેવી શક્યતા છે. રશિયાના આ હાઈ સોસાયટી કપલે સોશિયલ મીડિયામાં ૧૦૫ બાળકોના પરિવારની ઈચ્છા વ્યક્ત કરી હતી અને તેમની આ પોસ્ટ વાઈરલ બની રહી છે. જો કે, ક્રિસ્ટીના આ અંગે કહે છે કે, આ સંખ્યા અંગે અમે પૂર્ણતઃ આશ્વસ્ત નથી, પણ અમને ૧૧ બાળકોથી સંતોષ નથી. ક્રિસ્ટીનાના ૧૧માં અને આખરી બાળકનો જન્મ ગત મહિને જ થયો છે. જે પણ સરોગસીથી જ-મેલું છે.



 ➢ જોકે તમામ બાળકોના જીનેટિકસ ક્રિસ્ટીના અને ગાલિપના છે. ક્રિસ્ટીનાએ જણાવ્યું કે, અમે બાયુમીના જે કિલનિક પર જઈએ છીએ. તેઓ જ અમારા માટે સરોગેટ મહિલાઓની પસંદગી કરે છે અને સમગ્ર પ્રક્રિયાની જવાબદારી તેમની જ હોય છે. અમે વ્યક્તિગત રીતે સરોગેટ મહિલાને કે તે મહિલા અમને ઓળખતી હોતી નથી. આ બધી જવાબદારી ક્લિનિકની જ હોય છે. 

અમે નાણાં આપીએ છીએ અને અમારા બાળકને લઈ આવીએ છીએ.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ