અમેરિકામાં બનેલો વિચિત્ર કિસ્સો યુવાન ઊંઘમાં એરપોડ ગળી ગયો છાતીમાં દુખાવો થતાં ઓપરેશન કરવું પડ્યું.


અમેરિકામાં બનેલો વિચિત્ર કિસ્સો યુવાન ઊંઘમાં એરપોડ ગળી ગયો છાતીમાં દુખાવો થતાં ઓપરેશન કરવું પડ્યું બોસ્ટન


અમેરિકાના બોસ્ટનમાં રહેતા બ્રાડ ફોર્ડ સાથે વિચિત્ર ઘટના બની હતી. બ્રાડ ઊંઘમાં એરપોડ ગળી ગયો હતો. સવારે ઉઠ્યો ત્યારે એણે એરપોડની શોધ ચલાવી પણ મળ્યા ન હતા. એ પછી, છાતીમાં દુખાવો ઉપડતા હોસ્પિટલ માં દાખલ કરાયો હતો. ડોક્ટરે આ પ૨ શન થી એરપોડ બહાર કાઢ્યું હતું


બ્રાડ ફોડ નામના ૩૮ વર્ષના યુવાને તેની સાથે બનેલો વિચિત્ર કિસ્સો ફેસબુકમાં શેર કર્યો હતો. એ પ્રમાણે રાતે ભરઊંઘમાં તે એરપોડ ગળી ગયો હતો. કાનમાં ચડાવેલા એરપોડ નીકળીને મોઢા પાસે આવી ગયા હશે અને ઊંઘમાં બ્રાડ એને ગળી ગયો હશે. સવારે ઉઠીને તેણે એરપોડની શોધ શરૂ કરી હતી.

 એ વખતે પરિવારના સભ્યોએ તેની મશ્કરી પણ કરી કે ક્યાંક એ એરપોડ ગળી નથી ગયાને? એ મશ્કરી વખતે બ્રાડને અંદાજ નહોતો કે કલાકો પછી એવાત સાચી સાબિત થશે. સવારે એરપોડ બહાર કાઢ્યું હતું. ડોક્ટર ઉઠીને પાણી પીધું ત્યાં સુધી તેને કંઈક અજૂગતું ન લાગ્યું. 

એ પછી અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. તેના પરિવારે તાત્કાલિક તેને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.


 એક્સ-રે માં જણાયું હતું કે એરપોડ તેની છાતી નજીક ફસાયું છે. ડોકટરે એન્ડોસ્કોપીથી એ એરપોડ બહાર કાઢ્યું હતુ. 

ડોક્ટરકહ્યું હતું કે તે ખરેખર ભાગ્યશાળી હતો કે એરપોડ એવી કોઈ જગ્યાએ ન ફસાયું કે શ્વાસ લેવામાં તકલીફ પડે, નહીંતર તેને જીવનું જોખમ આવી પડત. 

સમયસ૨ હોસ્પિટલે પહોંચવાથી તેનો જીવ બચી ગયો હતો. એરપોડ સાથે લઈને સૂઈ જતાં લોકો માટે આ કિસ્સો આંખ ઊઘાડનારો છે એવું ડોક્ટરે કહ્યું હતું.

કરનારા ડોક્ટરોએ આ કિસ્સા અંગે કહ્યું હતું કે સમયસર સારવાર મળી એટલે ઓપરેશન થઈ શક્યું, નહીંતર શ્વાસ બંધ થવા સુધીની સમસ્યા સર્જાઈ શકે છે. 


જે લોકોને એરપોડનો ઉપયોગ બેજવાબદારી ભર્યો કરે છે તેમને પણ ચેતવણી આપતા ડોક્ટરોએ ઉમેર્યું હતું કે જો નાના બાળકો રમત-રમતમાં માતા પિતાના એરપોડ ગળી જાય તો તેમના પર જીવનું જોખમ આવી પડે એવી પૂરી શક્યતા છે. આવા ટચૂકડા ઉપકરણોનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ