યુગલ વેલેન્ટાઇન ડેથી ચેન બાંધીને સળંગ ૧૨૩ દિવસ એકબીજા સાથે રહ્યું

 .1


યુક્રેનમાં આ વખતે વેલેન્ટાઇન દિવસે એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો હતો. તેમા એક ચેલેન્જ હતી અને તે હતી એક સ્ત્રી અને પુરુષ કપલ તરીકે એકબીજા સાથે કેટલો સમય રહી શકે છે. આ ચેલેન્જની સૌથી મોટી ખાસિયત તે હતી કે ગુનેગારોને ચેનથી બાંધવામાં આવે છે તેમ કપલને પણ ચેનથી બાંધવામાં આવ્યું હતું. તેઓએ તેના લીધે બધુ જોડે રહીને કરવું પડતું હતું. યુક્રેનના આ યુગલે ૧૨૩ દિવસ જોડે રહ્યા પછી છૂટા પડવાનો નિર્ણય લીધો અને બધાની હાજરીમાં ચેઇન કપાવી. ૨૯ વર્ષની વિક્ટોરિયા અને ૩૩ વર્ષના એલેકઝાન્ડરે ચેઇન કાપવામાં આવ્યા પછી તેમના રસ્તા અલગ કરી દીધા.

.2




 વિક્ટોરિયાએ જણાવ્યું હતું કે હવે હું મારું જીવન મારી રીતે જીવવા માંગું છું અને એક અલગ વ્યક્તિત્વ બનાવવા માંગું છું. હું આઝાદ છું. આ યુગલે ચેન તે સ્મારક પાસે કપાવી જ્યાં તેઓ બંધાયા હતા. ચેન કપાયા પછી એલેકઝાન્ડરે જણાવ્યું હતું કે અમને સમર્થન આપવા બદલ ધન્યવાદ. અમે ખુશ હતા અને અમારા જીવનમાં આ અનુભવ મેળવીને પણ ખુશ છીએ. યુક્રેનમાં આ પ્રકારનો રેકોર્ડ બનાવવા બદલ અમને ગર્વ છે. યુગલે સ્વીકાર્યુ હતું કે કોઈપણ પ્રકારની સ્પેસ અને પ્રાઇવસી વગર રહેવાના લીધે તેમના સંબંધોમાં તિરાડ પડી અને આ કારણે તેમણે તેમના લગ્ન રદ કરવાનો નિર્ણય લેવો પડચો.

.3




 એલેકઝાન્ડરે સોશિયલ મીડિયા પોસ્ટ પર લખ્યું કે અમારી વચ્ચે સંઘર્ષ વધતો જતો હતો. એલેકઝાન્ડરે જણાવ્યું હતું કે અમે જેવા સારી સ્થિતિમાં આવતા હતા તેવી એક કે બે ખરાબ ચીજો અમારી સાથે થઈ જતી હતી. વિક્ટોરિયા પોતાના અગાઉના જીવનમાં પરત ફરવા માંગતી હતી. તે એ ચીજોને યાદ કરતી હતી જેને તે પહેલા પસંદક કરતીહતી. મેં તેને પ્રસ્તાવ મૂક્યો કે તે મારી સાથી રહીને પણ આ બધું કરી શકે છે,

.4




 પરંતુ તેના પર યોગ્ય રીતે જવાબ નઆપ્યો. એલેકઝાન્ડરે જણાવ્યું હતું કે વિક્ટોરિયા જ્યારે મેક-અપ કરતી હતી ત્યારે તેની જોડે બેસી રહેવામાં મને તકલીફ થતી હતી. સવારના પહોરમાં અરીસા સામે કલાકો સુધી બેસવું મને પસંદ નથી. ખાવાનું બનાવતા અથવા તો ફોન પર વાત કરતી વખતે અવાજના લીધે મને તકલીફ પડતી હતી. અમે અમારો ઝગડો આગળ ન વધે તે માટે પૂરો પ્રયત્ન કરતા હતા. અમે એકબીજા પરથી ધ્યાન હટાવવા માટે ભીડમાં જઈને રિલેક્સ થતા હતા. અમે જ્યારે શોપિંગ પર જતા હતા ત્યારે ઘણા ખુશ રહેતા હતા પરંતુ ઘરે પાછા ફરતા અમને ઘણું દુ:ખ થતું હતું. 

.5



આ ચેનમાંથી મુક્તિ મેળવ્યા પછી વિક્ટોરિયા અને એલેકઝાન્ડર જુદા-જુદા શહેરોમાં રહેશે. એલેકઝાન્ડરના જણાવ્યા મુજબ ઘણી વખત એવું બન્યું કે મને ચેન કાપી નાખવાની ઇચ્છા થઈ આવતી હતી, પરંતુ સમય વીતવાની સાથે હું શાંત થતો ગયો. ચેનમાં બંધાયેલા હોવા છતાં એલેકઝાન્ડરે તેનું કામ જારી રાખ્યું હતું. એલેકઝાન્ડર કાર અને પાર્ટ્સ વેચવાનું કામ કરતો હતો અને તે સમયે વિક્ટોરિયા તેની જોડે રહેતી હતી. જો કે વિક્ટોરિયાએ તેનું કામ છોડવું પડ્યું હતું. તે નકલી આઇલેશ બનાવવાનું કામ કરતી હતી, પરંતુ તેના ક્લાયન્ટે તેને કામ આપવાનો ઇન્કાર કરી દીધો, કેમકે તે ઇચ્છતા ન હતા કે કામ દરમિયાન બોયફ્રેન્ડ તેમની જોડે બેસે. 

.6




આ ઉપરાંત સૌથી મોટી મુશ્કેલી ટોઇલટ અંગે હતી. વિક્ટોરિયા એલેકઝાન્ડરને લેડીઝ ટોઇલેટમાં લઈ જતી હતી જે તેને સારું લાગતું ન હતુ. ચેનના લીધે પછી બંનેના કાંડામાં દર્દ થવા લાગ્યું હતું. ચેનમાં બંધાયેલા આ દંપતીની ચેન યુક્રેન રેકોર્ડ્સના પ્રમુખ વિટાલી જોરિનની હાજરીમાં કાપવામાં આવી હતી.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ