મહિલાની ક્યારેય રાત્રે ધરપકડ ન કરી શકાય?

 


➢ કદાચ જ કોઇ એવું ક્ષેત્ર હશે જેમાં 

મહિલાઓની ભાગીદારી નહી હોય, 

પણ કેટલીક મહિલાઓ એવી પણ છે 

જે માનસિક-શારીરિક હિંસા, જાતીય શોષણ અને 

ભેદભાવનો શિકાર છે. તેવામાં તેમને પોતાના 

અધિકારોની જાણકારી હોવી જરૂરી છે. આવો, 

જાણીએ તેના વિશે.


 રાત્રે ધરપકડ ન કરી શકાય:  મહિલાની સૂર્યાસ્ત

બાદ અને સૂર્યાસ્ત પહેલા ધરપકડ ન કરી શકાય. 

મહિલા કોન્સ્ટેબલ પણ રાતે ધરપકડ ન કરી શકે. 

ગુનો ગંભીર હોય તો પણ પોલીસે મેજિસ્ટ્રેટને 

લેખિતમાં જણાવવું પડશે.


ગરિમા અને શાલીનતા: મહિલા પર કરાતી 

કોઇપણ મેડિકલ તપાસ પ્રક્રિયા કોઇ મહિલા 

અથવા અન્ય મહિલાની હાજરીમાં કરાવી જોઇએ. 


મહિલા સાથે ગુનાની સ્થિતિમાં અધિકાર

જીરો એફઆઈઆર: પોલીસ પીડિતાને આમ 

કહીને પરત ન મોકલી શકે કે કેસ તેના વિસ્તારની 

બહારનો છે. જીરો એફઆઈઆર દાખલ કરી કેસ

સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલાશે.


ગુપ્તતા: સુપ્રીમકોર્ટ અનુસાર દુષ્કર્મ પીડિત 

હિલાનું નામ જાહેર ન કરાવું જોઇએ. પીડિત 

એકલામાં પોતાનું નિવેદન કોઇ મહિલા પોલીસ

અધિકારીની હાજરીમાં કે જિલ્લા અધિકારી સામે 

દાખલ કરાવી શકે છે. 


મફત કાનૂની મદદ: પીડિત મહિલાને મફત 

કાનૂની મદદ મેળવવાનો અધિકાર છે. સ્ટેશનના 

પોલીસ અધિકારી અથવા એસએચઓ માટેજરૂરી 

છે કે તેઓ કાનૂની સેવા ઓથોરિટીને મહિલા માટે 

વકીલની વ્યવસ્થા કરવાની સૂચના આપે.


‘મી ટૂ’માં ઘણા જૂના કેસ સામે આવ્યા


તાજેતરના સમયમાં ‘મી ટૂ’ અભિયાન સાથે 

જોડાયેલા ઘણા જૂના કેસ સામે આવ્યા છે. તેમાં 

વિલંબ બદલ કેટલાક લોકો સવાલ પણ ઉઠાવી 

રહ્યા છે. પણ કાયદામાં મહિલાને પોતાના સાથે 

થયેલા ગુનાની ફરિયાદ ગમે તે સમયે કરવાનો 

અધિકાર છે. તે ચાહે તો કોઇપણ સમયે ફરિયાદ 

કરી શકે છે. પોલીસ આમ કહીને પરત ન મોકલી 

શકે કે ફરિયાદ મોડી કરાઇ રહી છે. 


કામના સ્થળે શોષણ: કામના સ્થળે જાતીય 

શોષણ કાયદા હેઠળ ફરિયાદ કરવાનો અધિકાર 

છે. સુપ્રીમકોર્ટના આદેશ અનુસાર તમામ સરકારી 

અથવા બિનસરકારી સંસ્થાઓમાં મહિલાઓ માટે 

એક કમિટી હોવી જોઇએ. જેના પ્રમુખ મહિલા 

હોવા જોઇએ. કમિટીમાં 50 ટકા મહિલાઓ હોય 

તે જરૂરી છે.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ