લંડનમાં ૩૯ વર્ષની મહિલા સલવા હુસેન હૃદય બેગમાં રાખીને જીવે છે.

 


➢ શરીરમાં ધબકતું હૃદય જ માણસના જીવંત હોવાની નિશાની હોય છે પરંતુ ઇસ્ટ લંડનમાં રહેતી ૩૯ વર્ષની સલવા હુસેન નામની મહિલાના શરીરમાં હૃદય જ નથી. તેના શરીરને લોહીનો પુરવઠો ૭ કિલો વજન ધરાવતી બેટરીવાળા મશીનથી પુરો પાડવામાં આવે છે. ૭ કિલો વજન ધરાવતું કૃત્રિમ હૃદય ગણાતું ખાસ મશીન બેગમાં લઇને ફરે છે. તે ગમે ત્યાં હરે ફરે હ્રદય ભરેલી બેગ હંમેશા તેની સાથે હોય છે.


પ્રાપ્ત માહિતી અનુસાર આ મહિલાને એક વર્ષ પહેલા ઘરમાં એકલી હતી ત્યારે હાર્ટ એટેક આવ્યો હતો. તે ખૂબજ હિંમત રાખીને સારવાર માટે પોતાના ફેમિલી ડોકટર પાસે પહોંચી હતી, છેવટે જો જીવન બચાવવું હોયતો હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ જ એક માત્ર ઉપાય હતો.



લંડનમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવાનો નિર્ણય તો લેવાયો પરંતુ સલવા હુસેનની તબિયત સારી ન હોવાથી શકય બન્યું ન હતું. મહિલાના શરીરમાં હાર્ટ ટ્રાન્સ પ્લાન્ટ ન થઈ શક્યું તેના સ્થાને આધૂનિક ડિવાઇસ પર રાખીને જીવાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.


સલવાનો જીવ બચાવવા માટે શરીરને કૃત્રિમ હૃદય પર રાખવું એ હાથમાં રાખે છે. જ એક માત્ર ઉપાય બચ્યો હતો. કૃત્રિમ હૃદય ગણાતું મશીન બે બેટરીથી સંચાલિત એક પ્રકારનું ડિવાઇસ છે. સલાવ માટે હવે આ બે બેટરીઓ વાળું મશીન જ જીંદગી બની ગયું છે જે હંમેશા તેની સાથે જ રહે છે.



મશીન વડે શરીરને લોહીનો પુરવઠો આપવો એ એક સાયન્સ છે પરંતુ મહિલાનું અભયપણું, મજબૂત મન અને જુસ્સાને સૌ સલામ । રહયા છે. લોકો નાની વાતમાં હિંમત હારી જતા હોય છે પરંતુ પહાડ જેવડી મુસિબત છતાં સલવા હુસેન હિંમત હારી નથી.


ડિવાઇસની બેટરી જો ઉતરી જાય તો માત્ર ૯૦ સેકન્ડમાં જ બદલવી પડે (બોકસ)સલવા હુસેનની છાતીમાં પાવર પ્લાસ્ટિક લગાવવામાં આવ્યા છે જેમાંથી બે પંપ પાઇપ બહાર નિકળે છે.પાડે છે. આ ચેમ્બર્સ સલાવાની ચેસ્ટમાં છે જયારે પંપ,મોટર અને બેટરીઓ શરીરની બહાર છે.આ ત્રણેય ડિવાઇસને એક બીજા સાથે જોડીને બેગમાં રાખવામાં આવ્યા છે. સામાન્ય માણસની બેગમાં શું હોય ? હીરા મોતી જવેરાત, પૈસા ? કપડા, દાગીના ? પરંતુ આ મહિલાની બેગમાં તો તેનું દિલ વસે છે. 


સલવાના શરીરમાં હ્રદય ન હોવા છતાં ભવિષ્યની કોઇ જ ચિંતા કરતી નથી પરંતુ તેના પતિ અલને બેંગમાં રહેલા હ્રદયની બેટરી અચાનક કામ કરવાનું બંધ ના કરી દે તેની ચિંતા રહયા કરે છે કારણ કે ડિવાઇસની બેટરી જો ઉતરી તેવા સંજોગોમાં માત્ર ૯૦ સેકન્ડમાં જ બદલવી પડે છે. સલવા હુસેન બ્રિટનમાં શરીરમાં હૃદય વિના જીવતી એક માત્ર વ્યકિત છે આથી તેની સ્ટોરી સોશિયલ મીડિયામાં વાયરલ થતી રહે છે.


 ⮕ લોકો નાની મોટી બીમારીમાં હતાશ થઈ જતા હોય છે પરંતુ સલવા હંમેશા ખૂશ મિજાજ રહે છે. સલવા બે બાળકોની માતા સલવા જેમ હૃદય ભરેલી બેગ ખોળામાં બે બેટરીઓ દ્વારા મોટરથી સંચાલિત પંપ ચેમ્બર્સને હૃદયની લઇને બેસે છે. 


બહાર નિકળે ત્યારે જેમ શરીરને લોહીનો પુરવઠો પુરો હાર્ટ ટ્રાન્સ પ્લાન્ટ શકય ન બનતા ડિવાઇસ પર રાખવામાં આવી છે બે બાળકોની માતા હૃદય ભરેલી બેગ પણ ખોળામાં લઇને બેસે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ