સોનાએ રૂ.૪૯ હજારની સપાટી ગુમાવી બે દિવસમાં સોનું રૂ.૧૧૦૦ તથા ચાંદી રૂ.૨૦૦૦ ગબડી.



મુંબઈ ઝવેરીબજારમાં આજે સોના- ચાંદીના ભાવમાં મંદી આગળ વધી હતી. વિશ્વબજારના સમાચાર મંદીની આગેકૂચ બતાવી રહ્યા હતા. વિશ્વબજાર તૂટતાં ઘરઆંગણે આયાત પડતર નીચી ઉતરતાં દેશના ઝવેરીબજારોમાં ઘટતા ભાવોએ બે દિવસથી વેચનારા વધુ અને લેનારા ઓછા રહ્યા હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. અમદાવાદ ઝવેરીબજારોમાં આજે સોનાના ભાવવધુ ઘટી ૧૦ગ્રામના રૂ.૪૯ હજારની અંદર ઉતરી ગયા હતા. વિશ્વબજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૧૭૮૧થી ૧૭૮૨ ડોલરવાળા વધુ નીચા ઉતરી ૧૭૭૯થી ૧૭૭૮ ડોલર રહ્યાના સમાચાર હતા. સોનાપાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશના ૨૬.૨૮થી ૨૬.૨૯ ડોલરવાળા વધુ ઘટી આજે ૨૬.૦૫થી ૨૬.૦૬ ડોલર રહ્યા હતા. અમેરિકામાં ફેડરલ રિઝર્વે વહેલી વ્યાજબી વૃધ્ધિનો સંકેત આપ્યા પછી આજે ત્યાં સરકાર દ્વારા કરાતી બોન્ડની ખરીદીમાં પણ આગળ ઉપર ઘટાડો કરાશે એવા સંકેતો આજે મળ્યા હતા.



અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૪૦૦ તૂટી ૯૯.૫૦ના રૂ.૪૮૮૦૦ તથા ૯૯.૯૦નારૂ.૪૯૦૦૦બોલાયા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ આજેકિલોના વધુ રૂ.૫૦૦ઘટીરૂ.૭૦૦૦૦ રહ્યા હતા. અમદાવાદ બજારમાં બે દિવસમાં સોનાના ભાવ રૂ.૧૧૦૦ જ્યારે ચાંદીના ભાવ રૂ.૨૦૦૦ તૂટયા હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. દરમિયાન, વિશ્વબજારમાં આજે અન્ય કિંમતી ધાતુઓના ભાવમાં પણ નવો કડાકો બોલાયો હતો. પ્લેટીનમના ભાવ આજે વિશ્વબજારમાં ઔંશના ૧૦૯૨થી ૧૦૯૩ ડોલરવાળા તૂટી ૧૦૭૧થી ૧૦૭૨ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ઔંશના ૨૬૮૬થી ૨૬૮૭ડોલરવાળા ગબડી ૨૬૦૦ની અંદર ઉતરી ૨૫૨૮થી ૨૫૨૯ ડોલર બોલાતાં તથા બજારના ખેલાડીઓ સ્તબ્ધ થઈ ગયાના નિર્દેશો હતા. દરમિયાન, મુંબઈ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૪૭૩૬૬ વાળા રૂ.૪૭૦૧૨ થઈ રૂ.૪૭૦૭૭ બંધ રહ્યા હતા. જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૪૭૫૫૬ વાળા રૂ.૪૭૨૦૧ થઈ રૂ.૪૭૨૬૬ બંધ રહ્યા હતા. 



જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, મુંબઈ ચાંદીના ભાવ આજે જીએસટી વગર રૂ.૬૯૫૨૦ વાળા રૂ.૬૮૩૭૯ થઈ રૂ.૬૮૬૮૭ બંધ રહ્યા હતા જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. વિશ્વબજારમાં આજે ક્રૂડતેલમાં પીછેહટ જોવા મળતા તેની અસર પણ ગોલ્ડ પર દેખાઈ હતી. ક્રૂડતેલના ભાવ આજે અડધોથી પોણો ટકો ઘટ્યા હતા. ન્યુયોર્ક ક્રુડના ભાવ ઘટી બેરલના ૭૦,૪૦થી ૭૦.૪૫ ડોલર રહ્યા હતા જ્યારે બ્રેન્ટ ક્રૂડના ભાવ ઘટી ૭૨.૪૦થી ૭૨.૪૫ ડોલર રહ્યાના નિર્દેશો વિશ્વબજારમાંથી મળ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે સાંજે વધુ ૦.૨૦થી ૦.૨૫ટકા માઈનસમાં રહ્યા હતા અને તેની અસર વૈશ્વિક ચાંદી બજાર પગ નેગેટીવ જણાઈ રહી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ