ચાંગી એરપોર્ટ સતત આઠમા વર્ષે જગતનું નંબર વન એરપોર્ટ.

  


➢ સિંગાપોરનું ચાંગી એરપોર્ટ જગતના સૌથી વ્યસ્ત અને મહત્ત્વપૂર્ણ એરપોર્ટમાં સ્થાન ધરાવે છે. સાથે સાથે એ જગતનું સર્વોત્તમ ઐરપોર્ટ પણ છે. વર્ષ ૨૦૨૦ માટેનો જગતના બેસ્ટ એરપોર્ટ તરીકેનો સ્કાય ટ્રેક્સ એવોર્ડ મળ્યો હતો. આ એવોર્ડ ચાંગીને સતત આઠમા વર્ષે મળ્યો છે. એટલે કે આઠ વર્ષથી એ જગતનું પ્રથમ ક્રમનું એરપોર્ટ છે.


 સિંગાપોર એ એક શહેરમાં જ ફેલાયેલો દેશ છે, વિસ્તાર મર્યાદિત છે. તેનું એરપોર્ટ દેશન મહત્ત્વનો હિસ્સો છે કેમ કે એશિયા મીડલ ઇસ્ટથી પશ્ચિમ કે પૂર્વ જતાં વિમાનો અચૂક ત્યાં રોકાણ કરતાં હોય છે. લાખો પ્રવાસીઓ ચાંગીમાં પોતાની ફલાઈટ બદલે છે. એ વખતે પ્રવાસીઓને અમુક કલાક ચાંગી પર વિતાવવાની થાય. ૨૦૧૯માં અહીંથી ૬.૮૩ કરોડ પ્રવાસીઓની આવન-જાવન નોંધાઈ હતી. 



એ પ્રવાસીઓને કોઈ નવી દુનિયામાં આવી ગયાનો અહેસાસ થાય એવી મનોરંજન, શોપિંગ વ્યવસ્થા એરપોર્ટમાં કરવામાં આવી છે. અહીં વિવિધ દેશોની ૭૦ એરલાઈન્સની દૈનિક આવનજાવન રહે છે. અહીથી ફલાઈટ બદલનારા પ્રવાસીએ જો ૫.૫ કલાક કે તેનાથી વધારે સમય એરપોર્ટ પર પસાર કરવાનો હોય તો એ એરપોર્ટ દ્વારા યોજાતી ૨.૫ કલાકની ફ્રી સિંગાપોર ટૂરમાં જોડાઈ શકે છે. 



અલબત્ત, કોરોનાકાળમાં આવી ટૂર અટકાવી દેવાઈ છે, જે ફરી શરૂ થશે. એરપોર્ટ પર અચાનક રોકાવવાનું થાય કે આરામ કરવાનો થાય તો લોન્જ જેવી સુવિધા તો છે. પણ કોઈને હોટેલમાં રહેવું હોય તો બે હોટેલ એવી છે, જે દિવસ અને કલાકના હિસાબે રૂમ આપે છે. ૧.૨૫ અબજનું મૂલ્ય ધરાવતા એરર્પોર્ટમાં શોપિંગ માટે ૨૭૫ દુકાનો છે. 




અહીં જગતનો સૌથી મોટો, ૧૩૦ ફીટ ઊંચેથી પડતો ઈન્ડોર વોટરફોલ આવેલો છે, જગતનો પ્રથમ એરપોર્ટ બટરફ્લાય | પાર્ક છે, એકથી વધારે ગાર્ડન છે, તો વળી ડાઇનાસોર પાર્ક પણ છે. એવા તો અનેક આકર્ષણો આ એરપોર્ટને નંબર વન બનાવી રાખે છે.











જગતના ટોપ-૧૦ એરપોર્ટ


 ૧. ચાંગી (સિંગાપોર)

 ૨. હાનેડા (ટોકિયો,જાપાન) 

 ૩. હમાદ (દોહા,કતાર)

 ૪. ઈન્ચોન (સેઉલ,દ.કોરિયા) 

 ૫. મ્યુનિચ (જર્મની) 

 ૬. હોંગ કોંગ (હોંગ કોંગ)

 ૭. નારિતા (ટોકિયો,જાપાન)

 ૮. નગોયા (જાપાન)

 ૯. શિફોલ (આમ્ફટડેમ,નેધરલેન્ડ)

 ૧૦. કેન્સાઈ (જાપાન)


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ